આણંદ: સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે વંદે માતરમ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવશે,
Anand, Anand | Nov 6, 2025 સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાંતણે બંધાઈ હતી, જેના તારીખ સાતમી નવેમ્બર 2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થતા હોય રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે વંદે માતરમ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવશે, રાષ્ટ્રગીતના સામૂહિક જ્ઞાન બાદ સ્વદેશીના શપથ લેવામાં આવશે.