નડિયાદ: તાલુકામાં સાવકા પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, માતાની જાણ થતા ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
નડિયાદ તાલુકામાં સભ્ય સમાજની લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. મહિલા સાથે લિવિનમાં રહેતા સાવકા પિતાએ મોટી પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચર્યું જે બાદ પુત્રી ગર્ભવતી થતા માતાને જાણ થઈ હતી. એટલું જ નહીં પણ નાની દીકરી સાથે પણ સારી રીતે અડપલા કર્યા હતા. સમગ્ર મામલે દીકરીઓની માતાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.