મહુવા: મહુવા-ભાવનગર નેશનલ હાઇવે પર એસ.ટી. બસ અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત
. 29/07/2026, બુધવારના રોજ સવારે અંદાજે 11:00 કલાકે, મહુવા-ભાવનગર નેશનલ હાઇવે પર આવેલા ઉમણીયાવદર કટ પાસે એસ.ટી. બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકો અને 108 ઇમરજન્સી સેવાની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત પોલીસ ટીમ સ્થળ પર પહોંચી આગળની કાર્યવા