વિજાપુર: વિજાપુર આશ સેકન્ડરીના પટાંગણમાં રાજ્ય યોગબોર્ડ હેલ્થ વિભાગના સંયુક્ત ઉપક્રમે મેદસ્વિતામુક્ત અંતર્ગત યોગકેમ્પ યોજાયો
વિજાપુર તાલુકા હેલ્થ કચેરી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત–મેદસ્વિમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પનું આયોજન આજરોજ મંગળવારે સવારે 11 થી બપોરે 2 કલાકે કરવામાં આવ્યું હતું.આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત હાજર 100 થી વધુ શિબિરાર્થીઓની ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી. આ તપાસ તાલુકા હેલ્થ કચેરી ના આરોગ્ય સ્ટાફ—માર્ગી પટેલ પ્રણવ સેનમા તેમજ પરેશાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.