શહેરા: શહેરા વનવિભાગે હાસાપુર ગામેથી પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી રૂપિયા ૪ લાખ ૨૫ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો
શહેરા RFO આર.વી.પટેલની માર્ગદર્શન હેઠળ શહેરા રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.માલીવાડ સહિત વનવિભાગની ટીમ શહેરા-સાજીવાવ રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી,તે સમય દરમ્યાન ત્યાંથી લીલાતાજા પંચરાઉ ઈમારતી સીમળાના લાકડા ભરીને પસાર થતી ટ્રકનેઉભી રખાવી ચાલક પાસે લાકડા અંગે પાસપરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહી કરતા ટ્રકમાં ભરેલ લાકડા ગેરકાયદે વાહતુક કરાતા હોવાનું સામે આવ્યું હતું