રાપર: ત્રંબો નજીક ઉછીના આપેલા પૈસા માંગતા યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો તળે ફરિયાદ
Rapar, Kutch | Nov 3, 2025 રાપરનાં સરણવાંઢ-કારુવાંઢ થી ત્રંબો ગામ તરફ જતા રોડ વચ્ચે આવેલી હોટલ પર ઉછીનાં આપેલા રૂપિયા પરત માંગવા જતા બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ યુવાનને ઝગડા વચ્ચે છોડાવવા વચ્ચે પડતા મિત્રને પણ બે શખ્સોએ ધકબુસટનો માર મારી ઈજાઓ પહોંચાડતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે