ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના ખુબ મહત્વની યોજના છે. પ્રથમ તબક્કામાં ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000,ધોરણ 9માં પ્રવેશ સમયે 6 હજાર અને ત્યારબાદ દીકરી 18 વર્ષની થતી વખતે અને ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સમયે રૂ 1 લાખ મળે છે.પરંતુ જ્યારે બાળકીનો જન્મ થાય ત્યારબાદ આધારકાર્ડ કઢાવવામાં મુશ્કેલી પડે છે. તેમજ બેન્કમાં પણ માઈનોર બેન્ક એકાઉન્ટ ખોલવામાં પણ ઘણો સમય લાગે છે.જેના કારણે વ્હાલી દીકરી યોજનાનુ ફોર્મ ભરવામાં 2 વર્ષની માંગ કરાઈ છે.