માંડવીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ સ્વાભિમાન| પર્વ 2026 અંતર્ગત મહાદેવ પૂજાનું આયોજન કરવામાં| આવ્યું હતું. આ પૂજા નગરના દત્ત મંદિરે સંપન્ન થઈ હતી.આ પૂજામાં માજી મંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિ| તેમજ માંડવી નગર ભાજપ પ્રમુખ પિ્રતેશ રાવળ ખાસ ઉપસિ્થત રહ્યા હતા. પૂજા શાસ્ત્રોક્ત વિધ િ અનુસાર કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ હાજરી આપી મહાદેવની પૂજા-અર્ચના કરી હતી.