બગદાણા ના કેસમાં પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી .મહુવા તાલુકાના બગદાણા ના કોળી યુવક નવનીત બાલધિયા ઉપર હુમલા ની ઘટનામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે અને હાલ એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટનામાં વધુ એક આરોપીની સંજય બેચરભાઈ ચાવડા ની ધરપકડ કરવામાં આવી છે, અત્યાર સુધીમાં એસઆઇટી પોલીસ દ્વારા આ કેસમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.