મહુવા: મહુવા તંત્ર એક્શનમાં : માલણ બ્રિજ પાસે ડાયવર્ઝન આપી મરામત શરૂ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માલણ નદી ઉપર આવેલા અંદાજે 50 વર્ષ જૂના બ્રિજ પાસે અચાનક ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર માટે ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલણ નદીના જૂના બ્રિજની બાજુમાં આવેલી જમીનનો ભાગ અચાનક ધસી પડતા રોડને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, નગરપાલિકા અને સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ