પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાધવે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી. સાંસદએ મુખ્યમંત્રી ને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન, સાંસદ રાજપાલસિંહ જાધવ અને તેમની સાથેના પાર્ટીના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનો વિશેષરૂપે આભાર વ્યક્ત કર્યો. આ આભાર વ્યક્ત કરવાનું કારણ હતું પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં ગોધર અને કોઠંબા તાલુકાની નવીન રચના. આ નિર્ણયને કારણે જિલ્લાના વહીવટમાં સરળતા આવશે