ગોધરા તાલુકાના છબનપુર ગામ નજીક 21 ઓક્ટોબરના રોજ દ્વારકાધીશ હોટેલ સામે અજાણ્યા 55 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેનું મૃત્યુ વીજ કરંટ લાગવાને કારણે થયું હતું. આ અંગે અજય નટવરભાઈ ચૌહાણે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે એડી નોંધીને અજાણ્યા મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.