પાલીતાણા: સોનગઢથી પ્રસ્થાન થયેલ છ'રી પાલિત સંઘનો પાલીતાણા ખાતે ભવ્ય પ્રવેશ
સોનગઢથી પ્રસ્થાન કરેલા છ’રી–પાલીત સંઘનો ભવ્ય પદયાત્રા સંઘ ઢોલ-નગારાં, બેન્ડ, હાથી-ઘોડા અને બગી સાથે શોભાયાત્રાના આકર્ષણો વચ્ચે પાલીતાણા શહેરમાં ભવ્ય આવકાર સાથે નગર પ્રવેશ કર્યો. પૂજ્ય આચાર્ય શ્રી વિજય લબ્ધિષભસુરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જયષભસુરીશ્વરજી મહારાજ (જે.પી. ગુરુદેવ) તથા સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલી આ યાત્રાએ શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક ઉલ્લાસનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું.