હાલોલ પાવાગઢ રોડ પર ફુટપાટ પર પોતાના પાંચ માસના બાળક સાથે સુઈ રહેલી મહિલા પાસેથી રાત્રીના બાર વાગ્યા ના સમયગાળા દરમ્યાન એક અજાણી સ્ત્રી માસુમ બાળકનુ અપહરણ કરી ગઈ હતી.જે બનાવ સંદર્ભે થયેલ બનાવની ગંભીરતા લઇ પંચમહાલ પોલીસની ટીમ શોધખોળમા લાગી જતા ગણતરીના દિવસમા આરોપીને ઝડપી પાડી પાંચ માસ ના બાળક ને તેની માતાને સોપવામા સફળતા મળી હતી.પોલીસે બંને આરોપી જશોદાબેન પરમાર તેમજ સુરેશભાઈ પરમાર બન્ને મૂળ રહે ફરોડ તા.ઘોઘબા નાઓ સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે