ગોધરા એસટી વિભાગે હોળી પર્વ નિમિત્તે 260 જેટલી એક્સ્ટ્રા બસ ટ્રિપ્સનું આયોજન કર્યું છે. હોળી અને દિવાળી જેવા તહેવારો દરમ્યાન શ્રમજીવી પરિવારો પોતાના માદરે વતન પરત ફરતા હોવાથી મુસાફરોની સંખ્યા વધી જાય છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના મુસાફરોને સુવિધા મળે તે માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ભુજ જેવા શહેરોમાંથી વિશેષ બસો દોડાવવામાં આવશે. તહેવાર સમયે મુસાફરોને અગવડ ન પડે અને ખાનગી વાહનમાં જોખમ ભરેલી મુસાફરી ટળે તે હેતુથી આગોતરુ