ભિલોડા: ભિલોડા પહાડા નજીક એલસીબીની મોટી કાર્યવાહી : 900 બોટલ દારૂ જપ્ત, ₹8.42 લાખનો મુદ્દામાલ કબજે
ભિલોડા તાલુકાના પહાડા ગામ પાસે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે સમયે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.આ દરમિયાન ગાડી ચાલક પોલીસને જોઈ ભાગવા જતો હતો જેને ઝડપી લેવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન ગાડીમાંથી અંદાજે 900 જેટલી દારૂની બોટલો મળી આવી હતી.આ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 8,42,200 જેટલી ગણવામાં આવી છે.ગાડી ચલાવતા જ્યોતીષ બરંડાની અટકાયત કરવામાં આવી છે.હાલ એલસીબીની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.