તળાજા: ગોરખી ગામના પરિવાર પર હુમલો: દીકરીને હેરાન કરવાના ઠપકાનો ખાર રાખી ચાર શખ્સો તૂટી પડ્યા
તળાજા તાલુકાના ગોરખી ગામના રહેવાસી ભરતભાઈ નાથાભાઈ ડોડીયાએ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પુત્રી છાયાબેનને ગામના કાનાભાઈ પ્રવીણભાઈ ડોડીયા દ્વારા લાંબા સમયથી હેરાન કરવામાં આવતી હતી. આ બાબતે ઠપકો આપતા આરોપીઓએ ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, છાયાબેન તળાજામાં ટ્યુશન માટે જતી હતી. તારીખ 31 મેના રોજ ટ્યુશન સંચાલકનો ફોન આવતા પરિવારજનોએ તપાસ કરતાં છાયાબેન ટ્યુશન ક્લાસની નીચે ઊભેલી મળી આવી હતી. તે સમયે