ભાવનગર શહેરના મામકોઠા વિસ્તારમાં લક્ષ્મી ખમણની સામે આવેલ મકાનમાં આગ લાગવાની ઘટના બની. મકાનમાં ભાડુઆત ધાર્મિકભાઈ ગિરીશભાઈ બારૈયા રહેતા મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં એક ફાયર ફાઇટર વાહન અને એક એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે સમયસર કામગીરી કરી આગ પર કાબુ મેળવી લીધો. હાલ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, જો કે આગના કારણે ઘરવખરી ને વ્યાપક નુકશાન થયું હતું, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.