આજરોજ તા. 05/12/2025, શુક્રવારે સવારે 11 વાગે ધોળકા ખાતે ધોળકા નગરપાલિકા દ્વારા લકી ચોકમાં અને બપોરે 12.30 વાગે મફલીપુર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કાઉન્સિલરો, ચીફ ઓફિસર પ્રાર્થનાએન રાઠોડ, વેપારીઓ, લારી ગલ્લા વાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.