પુણા: અમરોલીમાં યુવક પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારા બે આરોપીઓની ધરપકડ,જાહેરમાં ભણાવ્યો કાયદાનો પાઠ
Puna, Surat | Oct 31, 2025 30 ઓક્ટોબરે સાંજના સમય દરમિયાન સુરતના અમરોલી વિસ્તારમાં અક્ષય ઉર્ફે વાંગો દિપક શિવરામભાઈ ગવઇ તેના ભાઈ રવિ ગવાઇ જોડે પસાર થઈ રહ્યો હતો. જે વેળાએ શિવમ કનોજીયા, સમીર શેખ અને સુમિત પાંડે દ્વારા મોપેડ અઠડાવી ઝઘડો કર્યો હતો. જે બાદ રવિ ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે ઘટનામાં ફરાર ત્રણ પૈકીના બે આરોપી શિવમ કનોજીયા અને સુમિત પાંડેની અમરોલી પોલીસે શુક્રવારે ધરપકડ કરી જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો છે.