વિસનગર: સુંશી રોડ પર રીક્ષાએ લારીને ટક્કર મારતા યુવકને ગંભીર ઇજા
વિસનગર તાલુકાના સુંશી રોડ ઉપર પુરઝડપે જઇ રહેલ રીક્ષાના ચાલકે પાછળથી ફ્રુટની લારીવાળાને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઅો પહોંચી હતી. જે બનાવ અંગે પોલીસે રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.