ખંભાળિયા: ઉગમણા બારાના યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા કારૂભા પ્રભાતસિંહ વાઘેલા નામના ૩૬ વર્ષના યુવાને થોડા દિવસે પૂર્વે અચાનક બોલવાનું તેમજ જમવાનું બંધ કરી દેતા એમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ ભરતસિંહ વાઘેલાએ સલાયા મરીન પોલીસને કરી છે.