અંજાર: ડી.જી.પી.ની ૧૦૦ (કલાક) ડ્રાઈવ અંતર્ગત અસામાજીક તત્વો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતી દુધઈ પોલીસ
Anjar, Kutch | Nov 20, 2025 DGP વિકાસ સહાયની 100 કલાકની ડ્રાઇવ હેઠળ, દુધઈ પોલીસે હથિયાર ધારા (આર્મ્સ એક્ટ)ના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. IG ચિરાગ કોરડીયા અને SP સાગર બાગમારની સૂચના મુજબ દુધઈ પોલીસે સલીમ અધાભાઈ કટીયા અને ભીખા હમીરભાઈ કોલીના મકાનો ચેક કર્યા હતા.બંનેએ ગેરકાયદેસર વીજ જોડાણ મેળવ્યા હોવાનું જણાતા, PGVCLની ટીમ સાથે તેમના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા. PGVCL દ્વારા બંને આરોપીઓને વીજ ચોરી બદલ કુલ ₹15,000/-નો દંડ ફટકારવામાં આવ્યો