લીલીયા: ધારાસભ્યની ઉપસ્થિતિમાં લીલીયામાં ઉમિયા માતાજીના મંદિર ખાતે કિસાન સેવા સહકારી મંડળીની આઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Lilia, Amreli | Sep 26, 2025 લીલીયામાં કિસાન સેવા સહકારી મંડળીની આઠમી વાર્ષિક સાધારણ સભા ઉમિયા માતાજી મંદિર ખાતે યોજાઈ. અધ્યક્ષ આશિષભાઈ ધામતએ સભાસદોને સંબોધતા જણાવ્યું કે મંડળી સતત વિકાસના માર્ગે આગળ વધી રહી છે. થાપણમાં થયેલા વધારા કારણે મંડળી મજબૂત બની છે અને સભાસદોને સીધો લાભ મળી રહ્યો છે. વિવિધ સેવાઓ અને યોજનાઓ દ્વારા મંડળી ખેડૂત તથા બિનખેડૂત સભાસદોને સહાયરૂપ બની રહી છે.