શિયાળાની કડકડતી ઠંડીમાં પાદરા શહેરમાં માનવતાની સુગંધ ફેલાઈ હતી. ‘અપંગના ઓજસ–ગુજરાત’ સંસ્થાના ઉપક્રમે નિરાધાર દિવ્યાંગજનોને શારીરિક રક્ષણ માટે વિના મૂલ્યે સ્વેટર, જેકેટ તથા ધાબળાંનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્યથી દિવ્યાંગજનોમાં આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી.