પુણા: રીંગ રોડની માર્કેટના વેપારીઓ પાસેથી 19 લાખની કિંમતનો સાડીનો માલ ઉધારમાં ખરીદી છેતરપિંડી,આરોપીની ત્રણ વર્ષ બાદ ધરપકડ
Puna, Surat | Oct 10, 2025 રીંગ રોડની માર્કેટના વેપારીઓ પાસેથી અલગ અલગ બિલ ચલણથી રૂપિયા 19 લાખથી વધુની કિંમતની સાડી નો માલ ઉધારમાં ખરીદી અનિલ ભારતીય સહિત તેના મળતિયાઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી.જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીની ઉધના પોલીસે ગોડાદરા થી ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.