આજે તારીખ 09/01/2026 શુક્રવારના રોજ મળતી માહિતી મુજબ દૂધ ભરેલા ટેન્કર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો. મોટર સાયકલ પર સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં મોટર સાયકલ પર સવાર વ્યક્તિનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાવ અંગે પોલીસે ટેન્કર ચાલક વિરૃધ્ધ સવારે 11.15 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.