બોરસદ તાલુકાના દાવોલ દૂધ મંડળી ખાતે પશુપાલકો દ્વારા ઉગ્ર હોબાળો મચાવવામાં આવ્યો છે. મંડળીની ચૂંટણીને લઈને વોટબેંક ઉભી કરવા ચોક્કસ લોકો દ્વારા પેંતરા અપનાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. એક જ કુટુંબના 13 સભ્યો મંડળીમાં સભાસદ તરીકે નોંધાયેલા હોવાના આરોપો સામે આવ્યા છે જ્યારે કેટલાક મતદારો પાસે કોઈપણ પશુ ન હોવા છતાં મંડળી ના મતદાર બની બેઠેલા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે