ચૌદ ડિસેમ્બરના રોજ અડાજણ માં આવેલ ચોસઠ જોગણી માતાજીના મંદિર નજીક ગાયોના છાપરા માં ઘૂસી એક ઈસમ દ્વારા એક ગૌવંશ ન પાછળ ન પગ બાંધી દેવામાં આવ્યા હતા.જે બાદ ગૌવંશ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.જે અંગે અડાજણ પોલીસ મથકમાં ફરીયાદ આપવામાં આવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.જે કૃત્ય કરનાર આરોપી બ્રિજમોહન રવિન્દ્ર યાદવ ની સોમવારે અડાજણ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો હતો.વધુ કાર્યવાહી અડાજણ પોલીસે હાથ ધરી છે.