ગોધરા: લુણાવાડા નજીક બનેલી હિટ એન્ડ રનની ઘટનાની સૌપ્રથમ પ્રત્યક્ષદર્શી શહેરના મહિલા હિમા નાથાણીએ પ્રતિક્રિયા આપી હતી
લુણાવાડા નજીક ગતરોજ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બેફામ કારચાલકે બાઇકસવારને અનેક અંતર સુધી ઘસડયો હતો, ઘટનામાં બાઈકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે આ વીડિયો ઉતારનાર અને ઘટનાના સૌપ્રથમ પ્રત્યક્ષદર્શી ગોધરા શહેરના હિમા નાથાણીએ પ્રતિક્રિયા આપી હતી, જેઓ રાજસ્થાનના શ્રી સાંવરિયા શેઠથી પરત આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.