હળવદ: હળવદના સુખપર નજીક પગપાળા પસાર થતા બે ભાઈઓને ટ્રકે હડફેટે લેતા એકનું કરૂણ મોત...
Halvad, Morbi | Sep 26, 2025 હળવદ - ધ્રાંગધ્રા રોડ ઉપર સુખપર નજીક પગપાળા જઈ રહેલા ફરિયાદી ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામાં ઉ.47 રહે.શોભેશ્વર રોડ, મોરબી તેમજ તેમના ભાઈ રાણાભાઈને જીજે - 12 - બીવી - 5134 નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા રાણાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ઘનશ્યામભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક નાસી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.