સ્થિતપ્રજ્ઞના લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ સેમિનાર શ્રેણીમાં 'પ્રેક્ટિકલ ધ્યાન અને તેના રહસ્યો' પર રવિવારે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ માર્ગદર્શન આપતા કહ્યું કે,ધ્યાન વિના અધ્યાત્મ અધૂરું છે. આધ્યાત્મ યાત્રામાં મન મુખ્ય છે, બુદ્ધિ સૂક્ષ્મ છે. કારણ કે, સમજવા માટે મનને વિવિધ સ્ટેજમાંથી પસાર થવું પડે છે. જાગૃત મન સાથે વ્યવહાર સરળ છે, પરંતુ અર્ધજાગૃત મનને કોઈપણ વસ્તુ સ્વીકૃત કરવા એક જ વાતનું પુનરાવર્તન ખૂબ જરૂરી છે, એડવર્ટાઈઝમેન્ટ તેનું ઉત્તમ ઉદાહરણ છે