જામનગર: સ્વદેશી મેળામાં ખાખરાનું વેચાણ કરીને જીવાપર ગામના મહિલા દૈનિક રૂ.૧૭ હજારની આવક મેળવી રહ્યા છે
સ્વદેશી અભિયાન તથા વોકલ ફોર લોકલ અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશી મેળામાં લોકો બહોળી સંખ્યામાં આવીને ખરીદી કરી રહ્યા છે. અહીં મંજુલાબેન નામના મહિલા વિવિધ ૧૫ ફ્લેવર્સના ખાખરા વહેચી સારી આવક મેળવી રહ્યા છે.