અમદાવાદના શખ્સે મચ્છી ઉછેરના ધંધામાં તગડી કમાણીની લાલચ આપી વિશ્વાસમાં લઇ મુંદરા નગરપાલિકાના વિપક્ષી યુવા નેતા સાથે 31 લાખ રૂપિયાની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે મુંદરા પોલીસ મથકે ઇમરાન સલીમ જતે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2019ના નવેમ્બર દરમ્યાન મદીના ખાતે ઉમરાહ કરવા ગયા હતા, જ્યાં આરોપી અલ્તાફ હબીબભાઇ સીદાણી (રહે. કાયલા જિ. અમદાવાદ) સાથે મિત્રતા થઇ હતી. ફરિયાદીને મચ્છી ઉછેરના વ્યવસાયમાં મોટું વળતર મળી શકે છે. આથી તેવામાં રોકાણ કરવા આર