ગોધરા: રજયતા ગામે ઘર આંગણે બાળક ને સાપ કરડ્યો, વધુ સારવાર માટે ગોધરા ખસેડાયો
ચિરાગ તાવિયાડ નામ નું બાળક જે મોરવા હડફ તાલુકાના રજયતા ગામમાં રહે છે, તેને તેના ઘરની નજીક અચાનક સાપ કરડ્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક તેને સારવાર માટે મોરવા હડફની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મોરવા હડફ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ડોક્ટરોએ જણાવ્યું કે તેને વધુ સારવારની જરૂર પડશે. તેથી, તેને તાત્કાલિક વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.