ડભોઇ: ડભોઈ લાકડાના ગોડાઉનમાં લૂંટકાંડ : મુખ્ય આરોપી મજૂર દયારામ મોહનિયા ઝડપાયો
ડભોઈમાં લાકડાના ગોડાઉન માં લૂંટ ની ઘટના : મુખ્ય આરોપી પકડાયો, અન્ય ત્રણની શોધખોળ ચાલુ વડોદરા જિલ્લા પોલીસે ડભોઈના વેગા પાસે આવેલા શ્રીરામ ટીમ્બર ગોડાઉનમાં લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં મુખ્ય આરોપી દયારામ મોહનિયાને ઝડપી પાડ્યો છે. આ આરોપી પર ગોડાઉનના માલિક પર હથોડા વડે જીવલેણ હુમલો કરી ₹47,000ની લૂંટ કરવાનો ગુન્હો દાખલ હતો