નેત્રંગ: નેત્રંગ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ 11 ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા.
નેત્રંગ પોલીસ મથક દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 11 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા.પોલીસની આ કામગીરીને પગલે મોબાઈલ ધારકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.