રાપર વિસ્તારમાં રવિ પાકના વાવેતર માટે ધરતીપુત્રોને ખાતરની તીવ્ર અછતનો વર્તાઈ રહી હોવાનું સામે આવ્યું છે.આજે વહેલી સવારથી જ ખરીદ વેચાણ સંઘ કેન્દ્ર પર તાલુકાભરથી ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા હતા.. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં સહકારી ખરીદ વેચાણ સંઘ અને ખેડૂત મંડળીઓ ખાતે ખાતર માટે ખેડૂતોની ભીડ જોવા મળે છે. કેટલાક ખેડૂતો ઠંડીમાં સવારના 4 વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહી ગયા હતા