ગાંધીધામ: મુખ્ય બજારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ, મનપાનું કડક વલણ
ગાંધીધામના મુખ્ય બજારમાં આજરોજ સવારના 10 વાગ્યાથી દબાણ હટાવવાની કામગીરી શરૂ,નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે જણાવ્યું હતું કે જે વેપારીઓને અગાઉ નોટિસ આપવામાં આવી છે, તેમને ફરી એકવાર દબાણ હટાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આજ રોજ સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે અને આ કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી,પરંતુ શહેરને દબાણમુક્ત બનાવવા માટે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.