મહુવા: મોણપર ડુંગરપરનો રસ્તો ખાડામાં ફેરવાયો, અકસ્માતોથી ત્રસ્ત ગ્રામજનોમાં ઉગ્ર રોષ
આજરોજ તારીખ 8 એપ્રિલ, બુધવારે બપોરે એક વાગ્યાના આસપાસ સ્થાનિક લોકો સાથે થયેલી વાતચીત દરમિયાન સામે આવ્યું કે ગામનો મુખ્ય રસ્તો ખાડાઓથી ભરાઈ ગયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ખરાબ રસ્તાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોએ તંત્રને અન