ભાભર: ભાભર શહેરના વાવરોડ પર આવેલ ખેતરમાં લાગી આગ ઘાસચારને મોટું નુકસાન
આજે વહેલી સવારે ભાભર વાવ રોડ પર આવેલા ખેતરમાં વાવેતર કરેલ ચોમાસું જુવારના પાકમાં રાત્રી દરમિયાન ફટાકડાના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ ખેડૂત મંછાજી ઠાકોરે કર્યા આગે વિકરાળરૂપ ધારણ કરતાં અડધા ખેતરમાં આગ પ્રસરી ગઈ હતી તત્કાલીન ખેડૂતોએ પાણીના ટેન્કર થી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ બાબતે પાલીકા ને જાણ કરતા પાલીકા સદસ્યો સહિત ભાભર મામલતદાર દોડી આવી પાલીકાના ટેન્કર દ્વારા પાણી નો છંટકાવ કરવામાં આવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો