તળાજા: તળાજા પંચનાથ મહાદેવ શમશાનમાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
તળાજા શહેરમાં વિકાસના કામોને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. તળાજાના પંચનાથ મહાદેવ શમશાન ગૃહ ખાતે બનેલી નગરપાલિકા સંચાલિત પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કોળી સમાજના અગ્રણી બારિયા પંકજભાઈએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં શમશાન ખાતે અંતિમ વિધિ માટે પહોંચ્યા ત્યારે આ ટાંકીની વાસ્તવિક સ્થિતિ સામે આવી. આશરે 50 હજારથી 70 હજાર