નડિયાદ: નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી..
નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી. ખેડા જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૩૦ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે શરૂ.મુખ્યમંત્રીના દિશાનિર્દેશો.ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા થયા છે.