સુરેન્દ્રનગર જિલ્લામાં 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અને પ્રતિનિધિઓને ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલની હાર્ડ અને સોફ્ટ કોપી તેમજ ક્ષતિરહિત યાદી બનાવવા જરૂરી ASD યાદી આપવામાં આવી હતી.