ભિલોડા: ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં સોયાબીન પાકને સુકાનો રોગ, ખેડુતોને વ્યાપક નુકસાન.
ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સોયાબીનની ખેતીને સુકાનો રોગ લાગતા ખેડુતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.ખેતરોમાં સોયાબીનના છોડ પીળાશ પળતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.ખેડુતોનએ મોંઘા ભાવે બીજ ખરીદી વાવેતર કર્યું હતું,પરંતુ પાક બગડતા તેમના ઉપર આર્થિક સંકટ ઊભું થયું છે.પાકની નિષ્ફળતા કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર તરફથી વળતર તેમજ તાત્કાલિક સહાયની માગ કરી રહ્યા છે.