ગોધરા: કમોસમી વરસાદ બાદ પશુપાલકો માટે મોટી રાહત — પંચમહાલ ડેરીએ કરેલા દાણના ભાવમાં ઘટાડાના નિર્ણય અંગે ચેરમેને માહિતી આપી હતી
કમોસમી વરસાદથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ખેતી તેમજ ઘાસ-ચારા બંનેને મોટું નુકસાન થયું છે, જેના કારણે પશુપાલકો પર ખોરાકનો મોટો આર્થિક બોજ ઊભો થયો. આ પરિસ્થિતિમાં પંચમહાલ ડેરીના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મોરવા(રેણાં) ખાતે ખેડૂત બેઠકમાં તેમણે જણાવ્યું કે પંચામૃત દાણના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયા ઘટાડો કરવામાં આવશે. આ ઘટાડાથી હાલ મુશ્કેલી અનુભવી રહેલા ત્રણેય જિલ્લાના હજારો પશુપાલકોને સીધ