મહુવા: નીચા કોટડા અલ્ટ્રાટેક માઈનિંગ પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે ખેડૂતોની પદયાત્રા અને બેઠક યોજાઈ
મહુવા-તળાજા પંથકમાં અલ્ટ્રાટેક માઈનિંગ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. આજરોજ તા. 24/06/2026, બુધવારના રોજ માં ભોમ સેવા સમિતિ દ્વારા અલ્ટ્રાટેક માઈનિંગ પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે મહુવા તાલુકાના નીચાકોટડા ગામથી ઊંચાકોટડા સ્થિત ચામુંડા માતાજી મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દયાલ ગામ ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રોજેક્ટના સંભવિત પ્રભાવ અને ખેડૂતોના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી