મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.