હિંમતનગર: કાળી ચૌદશના પવિત્ર પર્વે હિંમતનગરનું કાબોદરા ધામ ભક્તિમય બન્યું; હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
દિવાળી પર્વના બીજા અને પવિત્ર એવા કાળી ચૌદશના દિવસે હિંમતનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ કાબોદરા હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. વહેલી સવારથી જ હનુમાનજી દાદાના દર્શન માટે લાંબી કતારો લાગી હતી, જેના કારણે સમગ્ર મંદિર પરિસર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.