ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા મયુરભાઈ પુરોહિતે નિલમબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે વડવા નેરા ચોક પાસે તેમની મયુર કરિયાણા દુકાનમાં રોહિત ભુપતભાઈ સોલંકી નામનો યુવાન છરી બતાવી ધમકી ખંડણી માગી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે જે તે સમયે આજુબાજુના લોકોએ તેને ભગાડી મૂક્યો હતો જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી